📚 FULL MOCK TEST - 2 (week) (100 પ્રશ્નો)
1. ભૂકંપીય તરંગોમાં કયા તરંગો પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી?
2. મિશ્રાવરણ (Mantle) અને ભૂ-ગર્ભ (Core) ને અલગ કરતી સીમાને કઈ અસતતતા કહેવાય છે?
3. ખડકોના કયા પ્રકારમાં 'જીવાશ્મિ' (Fossils) મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય છે?
4. પૃથ્વીના પોપડાનો કયો ભાગ સિલિકા અને એલ્યુમિનિયમથી બનેલો છે?
5. ભારતમાં અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે?
6. ડૉ. બી.આર. આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને 'બંધારણનો આત્મા' કહ્યો છે?
7. ભૂ-ગર્ભ (Core) ના મુખ્ય સંઘટનનું રાસાયણિક નામ શું છે?
8. પૃથ્વીના કયા ભાગમાં સંવહન પ્રવાહો (Convection Currents) થાય છે?
9. પૃથ્વી પરના કયા ભૂમિ સ્વરૂપોને 'પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો' કહેવામાં આવે છે?
10. 'માર્શલ લૉ' (લશ્કરી કાયદો) અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત અધિકારો પર નિયંત્રણની વાત કયો અનુચ્છેદ કરે છે?
11. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'મિશ્રાવરણ' (Mantle) પૃથ્વીના કુલ કદનો 84% ભાગ રોકે છે.
વિધાન II: ભૂકવચ અને મિશ્રાવરણને અલગ કરતી સીમાને ગુટેનબર્ગ અસતતતા કહેવાય છે.
12. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'ખંડ પર્વતો' (Block Mountains) નું નિર્માણ પ્લેટોની અથડામણથી થાય છે.
વિધાન II: 'ગેડ પર્વતો' (Fold Mountains) નું નિર્માણ પૃથ્વીના પોપડા પર ખેંચાણ બળને કારણે થાય છે.
13. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: આંતરિક ભૂ-ગર્ભ (Inner Core) અત્યંત દબાણને કારણે ઘન સ્થિતિમાં છે.
વિધાન II: બાહ્ય ભૂ-ગર્ભ પ્રવાહી છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે.
14. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1°C વધે છે.
વિધાન II: રૂપાંતરિત ખડકોનું નિર્માણ તાપમાન અને દબાણ (બંને) લાગુ પડવાથી થાય છે.
15. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: પૃથ્વીના પેટાળમાં ઊંડાઈ વધતા તાપમાન, દબાણ અને ઘનતા ત્રણેય વધે છે.
વિધાન II: ભૂકંપીય તરંગોની ગતિમાં થતા ફેરફારો દ્વારા આંતરિક સ્તરોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે.
16. બંધારણના કયા ભાગને 'ભારતનો મેગ્નાકાર્ટા' કહેવામાં આવે છે?
17. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) નો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
18. 'કાયદા સમક્ષ સમાનતા' અને 'કાયદાનું સમાન રક્ષણ' કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે?
19. કયા બંધારણીય સુધારા દ્વારા 'મિલકતનો અધિકાર' મૂળભૂત અધિકારોમાંથી દૂર કરવામાં આવ્યો?
20. DPSP ને કોર્ટમાં પડકારી શકાતા નથી, આ જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
21. DPSP નો કયો અનુચ્છેદ 'ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા' બાબત દર્શાવે છે?
22. અનુચ્છેદ 17 શાનાથી સંબંધિત છે?
23. અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલી પ્રકારની રીટ (Writ) જારી કરી શકાય છે?
24. અનુચ્છેદ 44 શાનાથી સંબંધિત છે?
25. DPSP નો કયો અનુચ્છેદ 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ' સાથે સંબંધિત છે?
26. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: મૂળભૂત અધિકારો નકારાત્મક હોય છે.
વિધાન II: DPSP સકારાત્મક હોય છે, કારણ કે તે રાજ્યને અમુક નીતિઓ અપનાવવા માટે માર્ગદર્શન આપે છે.
27. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણનો અધિકાર 86માં બંધારણીય સુધારા, 2002 દ્વારા ઉમેરવામાં આવ્યો.
વિધાન II: અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણ મેળવવું એ મૂળભૂત ફરજ પણ છે.
28. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 કટોકટી દરમિયાન પણ મોકૂફ રાખી શકાતા નથી.
વિધાન II: અનુચ્છેદ 19 (સ્વતંત્રતાનો અધિકાર) આંતરિક સશસ્ત્ર બળવાને કારણે લાગુ કટોકટીમાં મોકૂફ રહે છે.
29. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: અનુચ્છેદ 19 હેઠળ માત્ર ભારતીય નાગરિકોને જ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપલબ્ધ છે.
વિધાન II: અનુચ્છેદ 14 (કાયદા સમક્ષ સમાનતા) ભારતના પ્રદેશમાં રહેલા તમામ વ્યક્તિઓ (નાગરિકો અને વિદેશીઓ બંને) ને ઉપલબ્ધ છે.
30. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'પર્યાવરણનું રક્ષણ' અને 'વન્યજીવોનું રક્ષણ' અનુચ્છેદ 48A હેઠળ DPSP માં સમાવિષ્ટ છે.
વિધાન II: અનુચ્છેદ 48A 42મા બંધારણીય સુધારા, 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો હતો.
31. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
32. આયોજન પંચની સ્થાપના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી?
33. આયોજન પંચનું બંધારણીય સ્વરૂપ કેવું હતું?
34. નીતિ આયોગ (NITI Aayog) ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
35. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?
36. નીતિ આયોગનું પૂરું નામ શું છે?
37. આયોજન પંચના અંતિમ ઉપાધ્યક્ષ કોણ હતા?
38. રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC) ની સ્થાપના ક્યારે થઈ હતી?
39. નીતિ આયોગમાં કયા પ્રકારના સિદ્ધાંતોને વધુ મહત્વ આપવામાં આવે છે?
40. નીતિ આયોગના વહીવટી વડા (CEO) ની પદ સમાનતા શું હોય છે?
41. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: આયોજન પંચ કેન્દ્રમાંથી રાજ્યોને નાણાં ફાળવતું હતું, જેથી તે કેન્દ્રિયકૃત માળખું ધરાવતું હતું.
વિધાન II: આયોજન પંચ બંધારણીય સંસ્થા હોવાથી, તેના નિર્ણયો રાજ્યો માટે બંધનકર્તા હતા.
42. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: નીતિ આયોગ 'બોટમ-અપ' એપ્રોચ પર કાર્ય કરે છે, જ્યારે આયોજન પંચ 'ટોપ-ડાઉન' એપ્રોચ પર કાર્ય કરતું હતું.
વિધાન II: નીતિ આયોગ પાસે રાજ્યો માટે નાણાં ફાળવવાની સત્તા છે.
43. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: NDC (રાષ્ટ્રીય વિકાસ પરિષદ) નો મુખ્ય ઉદ્દેશ્ય પંચવર્ષીય યોજનાઓને અંતિમ મંજૂરી આપવાનો હતો.
વિધાન II: NDC માં ફક્ત કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ જ સામેલ હતા.
44. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: નીતિ આયોગ 'થિંક ટેન્ક' તરીકે કામ કરે છે અને નીતિ નિર્માણ માટે તકનીકી સલાહ પૂરી પાડે છે.
વિધાન II: નીતિ આયોગના માળખામાં ફુલ-ટાઇમ અને પાર્ટ-ટાઇમ બંને સભ્યોનો સમાવેશ થાય છે.
45. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: આયોજન પંચની રચના ભારત સરકારના એક ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.
વિધાન II: નીતિ આયોગ પણ ભારત સરકારના એક ઠરાવ દ્વારા રચાયેલું છે.
46. ઋગ્વેદિક કાળમાં 'જન' (Jana) ના વડાને શું કહેવામાં આવતું હતું?
47. કયો વેદ ગદ્ય અને પદ્ય (Prose and Poetry) બંનેમાં લખાયેલો છે?
48. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર હતા?
49. પ્રથમ જૈન સંગીતિ (Council) કયા સ્થળે આયોજિત કરવામાં આવી હતી?
50. જૈન ધર્મના 'દિગંબર' (Digambara) સંપ્રદાયના અનુયાયીઓ કોના નેતૃત્વ હેઠળ દક્ષિણ ભારત ગયા હતા?
51. ગૌતમ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો, જેને 'ધર્મચક્ર પ્રવર્તન' કહેવાય છે?
52. 'મહાપરિનિર્વાણ' (Mahaparinirvana) કયા સ્થળે થયું હતું?
53. કઈ બૌદ્ધ પરિષદ (Buddhist Council) માં બૌદ્ધ ધર્મ 'હિનયાન' અને 'મહાયાન' સંપ્રદાયોમાં વિભાજિત થયો હતો?
54. વૈદિક કાળમાં 'ગૃહપતિ' કોને કહેવાતો હતો?
55. જૈન ધર્મના પાંચ મહાવ્રતોમાં કયું વ્રત પાર્શ્વનાથે આપેલા ચાર વ્રતોમાં પાછળથી ઉમેરવામાં આવ્યું?
56. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'ઋગ્વેદિક કાળ' માં સમાજ જન્મ આધારિત નહીં, પણ વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા ધરાવતો હતો.
વિધાન II: 'ઉત્તર વૈદિક કાળ' માં રાજાનું પદ વંશાનુગત બન્યું અને 'વર્ણ વ્યવસ્થા' જન્મ આધારિત થઈ.
57. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ઉપનિષદો (Upanishads) વૈદિક ફિલસૂફીનો સાર છે અને તેને 'વેદાંત' પણ કહેવામાં આવે છે.
વિધાન II: ઉપનિષદો મુખ્યત્વે કર્મકાંડો અને યજ્ઞો પર ભાર મૂકે છે.
58. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: જૈન ધર્મમાં 'કર્મ' ને પુનર્જન્મ અને દુઃખનું મૂળ કારણ માનવામાં આવે છે.
વિધાન II: જૈન ધર્મમાં 'નિર્વાણ' (Nirvana) પ્રાપ્ત કરવા માટે ઉપવાસ અને કઠોર તપસ્યાને અંતિમ માર્ગ ગણવામાં આવે છે.
59. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'મહાયાન' સંપ્રદાયે બુદ્ધને એક દેવતા તરીકે સ્વીકાર્યા અને મૂર્તિ પૂજા શરૂ કરી.
વિધાન II: 'હિનયાન' સંપ્રદાયે બુદ્ધને માત્ર મહાન શિક્ષક તરીકે માન્યા અને મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો.
60. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને 'અહિંસા' ના સિદ્ધાંત પર ભાર મૂકે છે.
વિધાન II: બંને ધર્મો વેદોની સત્તા અને વર્ણ વ્યવસ્થાને સ્વીકારે છે.
61. સોમનાથ મંદિર (પ્રથમ જ્યોતિર્લિંગ) ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
62. દ્વારકા કયા ચાર ધામ પૈકી એક છે?
63. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
64. વડોદરા સ્થિત લક્ષ્મી વિલાસ પેલેસ કયા વંશ દ્વારા બનાવવામાં આવ્યો હતો?
65. પાલિતાણાના શત્રુંજય પર્વતો કયા ધર્મનું મુખ્ય તીર્થસ્થળ છે?
66. ઉપરકોટ કિલ્લો કયા પ્રાચીન શહેર સાથે સંકળાયેલો છે?
67. કચ્છમાં આવેલું ધોળાવીરા સ્થળ કયા ટાપુ પર આવેલું છે?
68. અમદાવાદમાં આવેલું કંકરિયા તળાવ કયા સુલતાનના શાસનકાળમાં બંધાવવામાં આવ્યું હતું?
69. રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે?
70. અમદાવાદની કઈ મસ્જિદ તેની નાજુક જાળી (Jali) કોતરણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે?
71. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: સોમનાથ મંદિર પશ્ચિમ કિનારે, જ્યારે દ્વારકા મંદિર ઓખામંડળ વિસ્તારમાં આવેલું છે.
વિધાન II: સોમનાથ એ શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને દ્વારકા એ ભગવાન કૃષ્ણના ચાર ધામ પૈકીનું એક છે.
72. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: અડાલજની વાવનું નિર્માણ રાણી રૂડાબાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
વિધાન II: રાણી કી વાવ અને અડાલજની વાવ બંને સ્થાપત્યની દ્રષ્ટિએ 'જયા' પ્રકારની વાવ છે.
73. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણકી વાવ બંને સોલંકી વંશના રાજાઓના શાસનકાળમાં બાંધવામાં આવ્યા હતા.
વિધાન II: રાણકી વાવ 'મારુ-ગુર્જર શૈલી' નું ઉત્તમ ઉદાહરણ છે.
74. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ચાંપાનેર અને ધોળાવીરા બંને ગુજરાતના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે.
વિધાન II: ધોળાવીરાનું નગર આયોજન ત્રણ ભાગમાં વિભાજિત છે, જે IVC માં અનોખું છે.
75. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ગિરનાર પર્વત પર જૈન અને હિંદુ ધર્મના બંને મંદિરો આવેલા છે.
વિધાન II: ગિરનારનું સૌથી ઊંચું શિખર ગુરુ દત્તાત્રેયના મંદિર માટે જાણીતું છે.
76. પીવાના પાણીમાં ફ્લોરાઇડની વધુ પડતી હાજરીથી કયો રોગ થાય છે?
77. જળ પ્રદૂષણનું મુખ્ય બિન-બિંદુ સ્ત્રોત (Non-point Source) કયું છે?
78. કયા ભારે ધાતુ (Heavy Metal) ના પ્રદૂષણથી 'મિનામાતા' (Minamata) રોગ થાય છે?
79. વાહનોમાં ઉત્પન્ન થતા ઝેરી વાયુઓને ઓછા નુકસાનકારક વાયુઓમાં રૂપાંતરિત કરવા કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે?
80. જમીન પ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે?
81. જમીન પ્રદૂષણ ઘટાડવા માટેનો સૌથી મૂળભૂત સિદ્ધાંત કયો છે?
82. વાયુ પ્રદૂષણમાં PM 2.5 અને PM 10 શું દર્શાવે છે?
83. કયા વાયુઓ ભેજ સાથે ભળીને એસિડ વરસાદ (Acid Rain) માટે મુખ્યત્વે જવાબદાર છે?
84. કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ (Global Warming) માટે સૌથી વધુ જવાબદાર છે?
85. જમીનમાંથી પ્રદૂષકોને દૂર કરવા માટે છોડનો ઉપયોગ કરવાની પ્રક્રિયા શું કહેવાય છે?
86. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: 'યુટ્રોફિકેશન' (Eutrophication) ની પ્રક્રિયા જળાશયમાં પોષક તત્ત્વોના વધારાને કારણે થાય છે.
વિધાન II: આના કારણે લીલ (Algae) નું પ્રમાણ વધે છે અને પાણીમાં ઑક્સિજન (BOD) નું સ્તર ઘટે છે.
87. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: પીવાના પાણીમાં નાઇટ્રેટની વધુ પડતી હાજરી 'બ્લુ બેબી સિન્ડ્રોમ' માટે જવાબદાર છે.
વિધાન II: આર્સેનિકનું પ્રદૂષણ મુખ્યત્વે ભૂગર્ભ જળના અકુદરતી સ્ત્રોતોમાંથી થાય છે.
88. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ઓઝોન (O3) ને સપાટી પર 'ખરાબ ઓઝોન' કહેવાય છે, જે વાયુ પ્રદૂષક છે.
વિધાન II: ઓઝોન સ્તરનું ઘસાણ (Depletion) એ પૃથ્વી પર ઓઝોન વાયુની ઉણપને કારણે થાય છે.
89. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: કાર્બન મોનોક્સાઇડ (CO) માનવ રક્તમાં ઓક્સિજનના પરિવહનને અટકાવે છે.
વિધાન II: નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) એસિડ વરસાદ અને ગ્રીનહાઉસ અસર બંનેમાં ફાળો આપે છે.
90. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: જમીન પ્રદૂષણ નિવારવા માટે વૃક્ષો વાવવા એ એક મહત્વપૂર્ણ ઉપાય છે.
વિધાન II: ઈ-વેસ્ટ (E-waste) માં ઝેરી ભારે ધાતુઓ હોય છે, જે જમીનને લાંબા ગાળે પ્રદૂષિત કરે છે.
91. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં થયું છે.
વિધાન II: મંદિરની ડિઝાઈન ગુજરાતના અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
92. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: G20 અધ્યક્ષપદ ધરાવતો દેશ, અગાઉના અને આગામી અધ્યક્ષપદ ધારક સાથે મળીને G20ની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે Troikaની રચના કરે છે.
વિધાન II: G20 કાયમી સ્ટાફ અથવા સચિવાલય વિના કાર્ય કરે છે, તેથી ટ્રોઇકાની જરૂર હોય છે.
93. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા (અનુચ્છેદ 368) દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી પ્રેરિત છે.
વિધાન II: સંસદીય શાસન વ્યવસ્થા બ્રિટનના બંધારણમાંથી પ્રેરિત છે.
94. (વિધાન આધારિત પ્રશ્ન)
વિધાન I: ડો. વર્ગીસ કુરિયનનો જન્મદિન 26 નવેમ્બર 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે ઉજવાય છે.
વિધાન II: ડૉ. વર્ગીસ કુરિયને ભારતમાં 'ઓપરેશન ફ્લડ' કાર્યક્રમ શરૂ કર્યો હતો.
95. ભારતના પ્રથમ સંકલિત નાણાકીય શહેર (Integrated Financial City) તરીકે કયા શહેરને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે?
96. ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2026 માટે ટૂર્નામેન્ટ એમ્બેસેડર તરીકે કયા ભારતીય ક્રિકેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે?
97. તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા જહાજે ઉત્તરી પેસિફિકમાં આયોજિત AUSINDEX 2025 કવાયતમાં ભાગ લીધો હતો?
98. રાયપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી 60મી DGP-IGP કોન્ફરન્સ 2025ની થીમ શું હતી?
99. કયા દિવસને 'આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ' (International Day for the Elimination of Violence Against Women) તરીકે ઉજવવામાં આવે છે?
100. સંયુક્ત રાષ્ટ્રના 'વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેકટ્સ 2025' રિપોર્ટ મુજબ, ઇન્ડોનેશિયાનું જકાર્તા વિશ્વનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર બન્યું છે. આ વિધાન કેવું છે?

